Latest Technology | હવે આવી રહ્યા છે આંખના પલકારાથી ઝુમ થતાં કોન્ટેકટ લેન્સ!


zooming contact lens: દુનિયાભરમાં તમે એવા લોકોને જોય હસે કે જેમને આંખના નંબર હોય અને આવા લોકો, કરોડો લોકો કોન્ટેકટ લેન્સ પહેરે છે. પણ જો તમને એવા કોન્ટેકટ લેન્સ પહેરવા મળે કે જે તમારા આંખના પલકારથી ઝુમ લેન્સ જેવું કામ આપે તો? સાયન્સ ફિકશન ફિલ્મમાં જોવા મળે તે હવે હકીકતમાં બનવા જઇ રહ્યું છે આજની  ટેક્નોલોજી દ્વારા.
LIFESTYLE TECH
પેહલા તો નવીન જ લાગે બટ આ સાચુ છે. સાન ડિયાગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વિજ્ઞાનીઓએ એવા કોન્ટેકટ લેન્સ બનાવ્યા છે જે આંખની ઇશારે કામ કરશે. લેન્સ પહેરનાર બે વખત પલક ઝપકાવશે તો લેન્સ ઝુમ થશે, પણ તે કેવી રીતે શક્ય બને? વિજ્ઞાનીઓએ તે માટે આંખની મુવમેન્ટ કે પલકારાથી પેદા થતા ઇલેકટ્રોઓક્યુલોગ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરીને સોફટ બાયોમેડ્રિક લેન્સ બનાવ્યા છે.
zooming contact lens
થોડા જ સમય મા(દ્ર્શ્ટી બદલે ત્યારે) આ લેન્સ આ સિગ્નલ પર પ્રતિક્રિયા આપે છે. ચોક્ક્સ પ્રકારના સિગ્નલના આધારે લેન્સ તેની ફોકલ લેન્થ બદલે છે તેને પહેરનાર એક સાથે બે વખત આંખનો પલકારો મારે ત્યારે તે ઝુમ થાય છે. કેમેરાના લેન્સ પણ આ રીતે ફોકલ લેન્થ બદલીને ઝુમ થાય છે. આંખની હલનચલન એક પ્રકારના સુક્ષ્મ ઇલેક્ટ્રિક કરન્ટ પેદા કરે છે.

તમને જરુર મન થયુ હશે આવા લેન્સ પેહરવાનુ, આવા લેન્સ બનાવવાની જરુર કેમ પડી તે અંગે વિજ્ઞાનીઓ કહે છે કે તેનો ઉપયોગ એડજસ્ટેબલ ગ્લાસીસ તથા રિમોટલી કામ કરતા રોબોટ અને રોબોટિક ડિવાઇસમાં થઇ શકશે. કોઇ વ્યકિત આ લેન્સ પહેરે અને તે કેમરાની જેમ ઝુમ કરીને દુરની વસ્તુ નજીક જોઇ શકે તે વાત જ અત્યંત રોમાંચક છે.આ લેન્સ જોકે લોકો માટે કયારે ઉપલભ્ધ બનશે તે કહેવું હાલ મુશ્કેલ છે.
નવું નવું જાણવા માટે જોડાયેલા રહો... WWW.HDLOOKS.COM

How Xanthan Gum has health benefits? Xanthan Gum Market Insights Report   Why other’s Touch is more sensitive than self-touch - Our Brain   Porn habits in your male partner could lead you eating disorder

Previous
Next Post »